RRB NTPC Recruitment 2025: રેલવેમાં ધોરણ 12 પાસ માટે મોટી ભરતી શરૂ – પગાર ₹19,900 થી ₹63,200 સુધી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

RRB NTPC Recruitment 2025 : (Railway Recruitment Boards – RRBs)  ભારતીય રેલવે દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જેમાં 12 પાસ, ગ્રેજયુએટ, અને વિવિધ ટેકનિકલ શિક્ષણ મેળવેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે અને નોકરી મેળવી શકે છે.

આ ભરતી હેઠળ કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ અને ટ્રેઇન્સ ક્લાર્ક જેવી વિવિધ પોસ્ટ્સ માટે કુલ 3058 જગ્યાઓ જાહેર થઈ છે. આ ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન રહેશે. ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 28 ઓક્ટોબર 2025થી થઈ ગઈ છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર 2025 રાત્રે 11:59 સુધી છે. ઉમેદવારોની પસંદગી બે તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) દ્વારા કરવામાં આવશે.

RRB NTPC Recruitment 2025: જાહેરાતની વિગતો

વિગતમાહિતી
સંસ્થારેલવે ભરતી બોર્ડ્સ (RRBs)
પરીક્ષા નામનોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (Under Graduate) પરીક્ષા – 2025
પોસ્ટનાં નામકોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, વગેરે
કુલ જગ્યાઓ3058 (તમામ RRBs માટે કુલ સંખ્યા)
લાયકાતધોરણ 12 પાસ (Under Graduate)
અરજી કરવાની રીતઓનલાઈન અરજી કરવી
પરીક્ષાનો પ્રકારકોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)
પગાર ધોરણલેવલ-2 અને લેવલ-3 મુજબ (₹19,900 થી ₹21,700 શરૂઆતનો પગાર)

Educational Qualification: RRB NTPC Recruitment 2025

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે કોઈ માન્ય બોર્ડ, યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ધોરણ 12 (10મું +2 સ્તર) પાસ અથવા તેની સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.

Age Limit: RRB NTPC Recruitment 2025

ઉમેદવારની ઉંમર 01/01/2026ના રોજ ગણવામાં આવશે. અથાર્ત, ઉમેદવારનો જન્મ 02/01/1996 પહેલાં ન થયો હોવો જોઈએ.
સામાન્ય (UR) અને EWS કેટેગરીના ઉમેદવાર માટે ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેટેગરીવયમર્યાદામાં છૂટછાટ
SC / ST5 વર્ષ
OBC (અન-ક્રીમી લેયર)3 વર્ષ
માજી સૈનિક (સામાન્ય / EWS)સેવાનાં વર્ષો બાદ 3 વર્ષની છૂટછાટ
માજી સૈનિક (OBC-NCL)સેવાનાં વર્ષો બાદ 6 વર્ષની છૂટછાટ
વિકલાંગ ઉમેદવાર (PwBD) – સામાન્ય / EWS10 વર્ષની છૂટછાટ
વિકલાંગ ઉમેદવાર (PwBD) – SC / ST15 વર્ષની છૂટછાટ

Application Fees: RRB NTPC Recruitment 2025

ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી (ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ અથવા UPI) દ્વારા જ કરવાની રહેશે.

વર્ગફીરિફંડની વિગતો
GENERAL / EWS / OBC₹500/-પ્રાથમિક પરીક્ષા (CBT) પરીક્ષામાં હાજર રહ્યા બાદ ₹400 પરત મળવાપાત્ર રહેશે.
SC / ST / ભૂતપૂર્વ સૈનિક / મહિલા / ટ્રાન્સજેન્ડર / લઘુમતી / EBC₹250/-પ્રાથમિક પરીક્ષા (CBT) પરીક્ષામાં હાજર રહ્યા બાદ ₹250 પરત મળવાપાત્ર રહેશે.

Salary Details: RRB NTPC Recruitment 2025

પદનું નામપગાર સ્તર (7મું CPC)પ્રારંભિક પગાર (રૂપિયામાં)
કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કલેવલ 3₹21,700/-
એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટલેવલ 2₹19,900/-
જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટલેવલ 2₹19,900/-
ટ્રેન્સ ક્લાર્કલેવલ 2₹19,900/-

Vacancy Details: RRB NTPC Recruitment 2025

પોસ્ટનું નામકુલ જગ્યાઓ (તમામ RRBs)
કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક2424
અકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ394
જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ163
ટ્રેન્સ ક્લાર્ક77
કુલ જગ્યાઓ3058

Selection Process: RRB NTPC Recruitment 2025

  1. પ્રાથમિક પરીક્ષા (CBT-1)
  2. મુખ્ય પરીક્ષા (CBT-2)
  3. ટાઈપિંગ ટેસ્ટ (જો પોસ્ટ માટે લાગુ પડે)
  4. ડોકયુમેન્ટ વેરિફીકેશન
  5. મેડીકલ તપાસ

How to Apply: RRB NTPC Recruitment 2025

આરઆરબી એનટિપીસી ગ્રેજ્યુએટ લેવલ ભરતી 2025 માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. સૌપ્રથમ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) ની અધિકૃત વેબસાઇટ https://www.rrbapply.gov.in પર મુલાકાત લો.
  2. હોમપેજ પર આપેલ “CEN No. 06/2025 (Graduate Posts)” માટેની “Apply Online” લિંક પર ક્લિક કરો.
  3. “New Registration” વિકલ્પ પસંદ કરીને જરૂરી વિગતો દાખલ કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  4. નોંધણી પછી મળેલા લોગિન વિગતો વડે સાઇન ઇન કરો અને અરજી ફોર્મમાં માગેલી બધી માહિતી કાળજીપૂર્વક ભરો.
  5. જરૂરી દસ્તાવેજો — જેવી કે શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, જાતિનું પ્રમાણપત્ર, ફોટો અને સહી — નિર્ધારિત માપ પ્રમાણે સ્કેન કરીને અપલોડ કરો.
  6. જો અરજી ફી લાગુ પડે, તો તે ઓનલાઈન પદ્ધતિ દ્વારા ચૂકવો. (ફી તમારા જ ખાતામાંથી ભરો જેથી રિફંડ પણ એ જ ખાતામાં મળી શકે.)
  7. ભરેલી તમામ માહિતી ફરી તપાસો અને પછી “Final Submit” બટન ક્લિક કરો.
  8. અંતે અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ કાઢીને ભવિષ્યમાં ઉપયોગ માટે સાચવી રાખો.

અરજીની લિંક્સ અને તારીખો: RRB NTPC Recruitment 2025

Notification:Click Here
રેલ્વે Official Websites:Click Here
અરજી કરવા માટે:Click Here
વિગતતારીખ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ21/10/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ20/11/2025 (રાત્રે 23:59 સુધી)
ફી ભરવાની છેલ્લી તારીખ22/11/2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment